ફિલ્મ જગત
News of Wednesday, 27th January 2021

અભિનયમાં કારકિર્દી માટે તૈયાર છે ખુશી

છેલ્લા કેટલાક સમયમાં અનેક બોલીવૂડ સ્ટારના સંતાનો અભીનયમાં કારકિર્દી બનાવી ચુકયા છે. જેમાં શ્રીદેવી અને બોની કપૂરની દિકરી જ્હાન્વી પણ સામેલ છે. હવે જ્હાન્વીની નાની બહેન ખુશી કપૂર પણ અભિનય કારકિર્દી શરૂ કરવા તૈયાર છે. ખુશી સોશિયલ મિડીયા પર ખુબ ચાહના ધરાવે છે. તે જ્હાન્વી કરતાં પણ વધુ ગ્લેમરસ ગર્લ તરીકે ઓળખાય છે. ખુશીએ અભિનયમાં જ આગળ વધવાની તૈયારી કરી લીધી છે. તે સમયાંતરે પોતાની તસ્વીરો થકી ચર્ચા જગાવતી જ રહે છે. પિતા બોની કપૂરે પણ ખુશી બોલીવૂડમાં અભિનય શરૂ કરી રહ્યાની વાતને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ખુશી અભિનય કરવા ઇચ્છે છે અને લોકો બહુ ઝડપથી તેની ફિલ્મનું નામ સાંભળી શકશે. જો કે બોનીએ સ્પષ્ટતા કરી છે કે તે પોતે દિકરીને લોન્ચ નહિ કરે. બોની કહે છે પિતા તરીકે હું તેની સાથે જોડાઇ શકુ, પણ ફિલ્મમેકર તરીકે નહિ.  ચર્ચા છે કે કરણ જોહર ખુશીને લોન્ચ કરી શકે છે.

(10:13 am IST)