આયકર વિભાગે પ્રિયંકા ચોપડાને વૈભવી ગિફ્ટ પર આપી નોટિસ
મુંબઈ:પ્રિયંકા ચોપડાને ગિફ્ટમાં મળેલાં લક્ઝુરિયલ વૉચ અને કાર માટે ઇન્કમ-ટૅક્સ દ્વારા તેને ટૅક્સ ભરવા માટે નોટિસ મોકલવામાં આવી છે.પ્રિયંકાને ફાઇનૅન્શિયલ યર ૨૦૦૭-’૦૮ માટે એક વૉચ-કંપનીએ મૉડલિંગ માટે ૧.૪૦ કરોડ રૂપિયા રકમ ચૂકવ્યા હતા. આ મૉડલિંગ દરમ્યાન તેને એ કંપની દ્વારા ઘડિયાળ ગિફ્ટ કરવામાં આવ્યું હતું જેની કિંમત ૪૦ લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘડિયાળને પ્રિયંકાએ એક ગિફ્ટ ગણાવી હતી. ફાઇનૅન્શિયલ યર ૨૦૦૮-’૦૯માં તેને ૨૭ લાખ રૂપિયાની એક ટૉયોટા પ્રિયસ કાર ગિફ્ટ કરવામાં આવી હતી. શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસ દ્વારા પણ પ્રિયંકાને ૧૭.૦૬ લાખ રૂપિયાની જ્વેલરી ગિફ્ટ કરવામાં આવી હતી. ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ કંપનીઓ આર્ટિફિશ્યલ છે, તેમને કોઈ પ્રેમ કે ઇમોશન્સ નથી હોતાં. આ કારણોસર તેમનો સંબંધ ફક્ત પ્રોફેશનલ હોવાથી આવી ગિફ્ટ માટે પણ ટૅક્સ ચૂકવવો જરૂરી છે.