ફિલ્મ જગત
News of Friday, 26th November 2021

મારાથી બનતું હતું એ તમામ કર્યુઃ નુસરત

બોલીવૂડમાં ૨૦૦૬થી કામ કરી રહેલી અભિનેત્રી નુસરત ભરૂચા હાલના સમયમાં ખુબ જ વ્યસ્ત અભિનેત્રી ગણાય છે. તેના હાથ પર ચાર ફિલ્મો છે. જેમાંથી એક હોરર ફિલ્મ છોરી આગામી દિવસોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સગર્ભા મહિલાનું પાત્ર ભજવ્યા પછી નુસરત કહે છે હું હાલમાં પ્રેગનન્ટ થવાનો ચિાર પણ કરી શકતી નથી. મેં આ ફિલ્મના પાત્ર માટે શુટીંગ શરૂ થયાના ત્રણ મહિના પહેલા જ પ્રેગનન્ટ બોડી શુટ બનાવડાવ્યો હતો. આ શુટ પહેરીને જ મેં તૈયારી શરૂ કરી હતી. સગર્ભા અવસ્થા હોય ત્યારે મહિલાઓ કેવી કેવી સ્થિતિમાંથી પસાર થાય છે એ જાણવા હું સતત પ્રેગનન્ટ શુટ પહેરી રાખતી હતી. ં આ શુટ મેં ૨૦-૨૫ દિવસ સુધી પહેરી રાખ્યો હતો. મેં એ બોડી સૂટ જમવા, સુવા અને બાથરૂમ જવા સમયથી માડી દરેક વખતે સતત પહેરી રાખ્યું હતું. આમ કરવાથી સેટ પર શુટીંગ વખતે હું અસલી હાવભાવ રજૂ કરી શકી હતી. દર્શકોને છેતરાયાની લાગણી જરાય નહિ થાય. મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે. જોકે હું એટલું જરૂર કહીશ કે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે દરેક વસ્તુ જુદી-જુદી મુશ્કેલીઓ લઈને આવતી હોય છે.

(9:50 am IST)