ફિલ્મ જગત
News of Friday, 26th November 2021

પહેલી વખત સામન્થા દેખાશે ખાસ ગીતમાં

છુટાછેડા લીધા પછી અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુ ફરીથી ફિલ્મોના કામમાં જોડાઇ ગઇ છે. અલ્લુ અર્જુન અને રશ્મીકા મંદાનાની ફિલ્મ પુષ્પામાં ગ્લેમરનો જાદૂ રેલાવતી જોવા મળવાની છે. આ ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવી છે અને પાંચ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. પહેલા ભાગમાં એક ગીત માટે સામન્થાને ખાસ પસંદ કરવામાં આવી છે. નિર્માતાએ એક નિવેદનમાં લખ્યું હતું કે અમારી પુષ્પાનું પાંચમું ગીત ખુબ જ સ્પેશિયલ છે. આ ગીત માટે અમારે સ્પેશિયલ વ્યકિતની જરૂર હતી. તેના માટે અમે અમારી સ્પેશિયલ સામન્થા પાસે ગયા હતાં. તેણે તરત જ આ કામ કરવા માટે હા કહી દીધી હતી. આઇકોન સ્ટાર અલ્લુ અર્જુન સાથે સામન્થા ડાન્સ કરી પરદા પર જાદુ રેલાવશે. સામન્થાની કારકિર્દીનું આ પહેલુ આવું સ્પેશિયલ ગીત છે. ંનિર્માતાઓએ આથી જ આ ગીતને ખુબ જ ખાસ અને યાદગાર બનાવાવમાં કોઇ કચાશ રાખી નથી.

(9:50 am IST)