ફિલ્મ જગત
News of Friday, 26th November 2021

અદિતી હવે ડો. દિપીકાના પાત્રમાં

ધડકન જિંદગી કી નામના ટીવી શોમાં ડો. દિપીકાની પ્રેરક સફર દેખાડવામાં આવશે. છઠ્ઠી ડિસેમ્બરથી આ શો સોની પર શરૂ થઇ રહ્યો છે. ડો. દિપીકા એક આત્મનિર્ભર મહિલા છે અને પોતાના સપના પુરા કરવા માટે પરિવાર, સમાજ  અને પોતાના કામ કરવાની જગ્યાએ પુરૂષવાદી વિચારસરણી સામે તે પડકાર ફેંકે છે. નક્કર ઇરાદા સાથેના ડો. દિપીકાના પાત્રને અભિનેત્રી અદિતી ગુપ્તાએ ભજવ્યું છે. અદિતીએ કહ્યું હતું કે ડો. દિપીકા એક સરળ અને મહાત્વાકાંક્ષી મહિલા છે. જે પોતાના સપનાઓ પુરા કરવા જીવન સફરમાં સામે મળતાં અને કારકિર્દીના માર્ગમાં આવતાં રૂઢીવાદી વિચારો ધરાવનારા સામે લડતી રહે છે અને આગળ વધે છે.  અદિતી કહે છે આ શોમાં દિપીકાના પાત્રને ખુબ જ શાનદાર રીતે એક પ્રગતિશીલ મહિલાના રૂપમાં રજૂ કરાયું છે. આ પાત્ર સમાજનમાં અનેક લોકો માટે પ્રેરણા બની શકે છે. અદિતી સાથે રોહિત પુરોહિત મુખ્ય રોલમાં છે. અદિતીએ કિસ દેશ મેં હૈ મેરા દિલ, કસોટી જિંદગી કી, કુમકુમ, તુજ સંગ પ્રીત લગાઇ સજના, કુબૂલ હૈ, ઇશ્કબાઝ, કાલ ભૈરવ સહિતના શો કર્યા છે.

(9:49 am IST)