ફિલ્મ જગત
News of Friday, 26th November 2021

તાપસીની સાત ફિલ્મો આવકમાં: વધુ એક ફિલ્મનું શુટીંગ પુરું

અભિનેત્રી તાપસી પન્નુએ વધુ એક ફિલ્મનું શુટીંગ પુરૂ કરી લીધું છે. બ્લર ફિલ્મના પોતાના ભાગના દ્રશ્યોનું શુટીંગ તેણે પુરૂક ર્યુ છે. પોતાના પાત્ર માટે તપાસીએ સતત બાર કલાક સુધી આંખો પર પટ્ટી બાંધી રાખી હતી. તેની આ મહેનતના સેટ પર સમગ્ર ટીમે વખાણ કર્યા હતાં. તાપસી પોતાના પાત્રની લાગણીઓને અનુભવવા માટે દ્રઢ હતી. સતત બાર કલાક સુધી આ કારણે જ તેણે આંખો પર પટ્ટી બાંધી રાખવાનો નિર્ણય લીધો હતો અને તેને નિભાવ્યો પણ હતો. આંખો પર તેણે કોટનની પટ્ટી બાંધી હતી. સમગ્ર દિનચર્યા તેણે પટ્ટી ખોલ્યા વગર જ કરી હતી. ફોન પર વાત કરવું, જમવું, ફિલ્મના ક્રુ મેમ્બર્સ સાથે વાત કરવી એ સહિતના કામો વખતે પણ તેણે પટ્ટી બાંધી રાખી હતી. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ એક થ્રિલર ફિલ્મ છે. જેનું નિર્દેશન અજય બહેલે કર્યુ છે. ફિલ્મમાં ગુલશન દેવૈયા પણ મુખ્ય ભુમિકામાં છે. તાપસીની આગામી ફિલ્મોમાં લૂપલપેટા, જન ગણ મન, એલિયન, દોબારા, સાબાશ મીઠુ, વો લડકી હૈ કહાં છે. જેમાં ત્રણ તમિલ અને તેલુગુ ફિલ્મ છે.

(9:49 am IST)