ફિલ્મ જગત
News of Thursday, 25th November 2021

અનુપમ ખેરે કરી તેની 522મી ફિલ્મની જાહેરાત: ફર્સ્ટ લૂક કર્યો શ્યેર

મુંબઈ: બોલિવૂડ એક્ટર અનુપમ ખેરની એક્ટિંગના દરેક લોકો દિવાના છે. આ ઉંમરે પણ અભિનેતા પાસે ફિલ્મોની લાઈન છે. જ્યારે તે હાલમાં તેની આવનારી ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે તેણે હવે નવી ફિલ્મની જાહેરાત કરી છે જે તેની કારકિર્દીની 522મી ફિલ્મ છે. તેની આગામી ફિલ્મનું નામ ‘કનેક્ટ’ ​​છે, જેમાં સાઉથની અભિનેત્રી નયનતારા પણ મુખ્ય ભૂમિકામાં છે. અનુપમે પોતાની ફિલ્મની જાહેરાતની સાથે જ ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક પણ જાહેર કર્યો છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મના સેટ પરથી ઘણી તસવીરો શેર કરી છે જેમાં અનુપમ અને ટીમના સભ્યો જોવા મળે છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે ફિલ્મમાં અનુપમનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ તસવીરો સાથે ખેરે લખ્યું, "આભાર પ્રિય નયનતારા, વિગ્નેશ શિવન... બધાના પ્રેમ અને પ્રશંસા માટે તમારો આભાર."

(5:17 pm IST)