ફિલ્મ જગત
News of Thursday, 25th November 2021

સુષ્મિતા સેનની વેબ સિરીઝ 'આર્યા'ની બીજી સીઝનનું ટ્રેલર રિલીઝ

આર્યનો પહેલા કરતા વધુ શકિતશાળી અંદાજ, સુષ્મિતાએ કહ્યું: 'શેરની આ રહી' : 'આર્ય ૨'ના ટ્રેલર પર ફેન્સને ભરપૂર પ્રેમથી તેના વખાણ કરી રહ્યા છેઃ ચાહકો પણ કહેવા લાગ્યા છે કે, મેરી શેરની વાપસ આ રહી હૈઃ કયારે અને કયાઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થશે આ સિરિઝ?

મુંબઇ, તા.૨૫: સુષ્મિતા સેનની વેબ સિરીઝ 'આર્યા' બીજી સીઝનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રથમ સિરીઝની જબરદસ્ત સફળતાને જોતા માનવામાં આવી રહ્યું છે કે સિઝન ૨માં પણ અભિનેત્રીની સ્ટાઈલ જોવા મળશે, તેની ઝલક ટ્રેલરમાં જોવા મળી રહી છે. ટ્રેલર જોયા બાદ હવે ફેન્સ બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સીઝન ટુના ટીઝરમાં સુષ્મિતાની ખતરનાક સ્ટાઈલ જોયા બાદ હવે ટ્રેલર પણ જબરદસ્ત છે. 'આર્ય ૨'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફેન્સ પણ કહી રહ્યા છે કે 'મારી સિંહણ પાછી આવી ગઈ છે. તમે ૧૦ ડિસેમ્બરે આ મોસ્ટ અવેઈટેડ સીરિઝ જોઈ શકો છો.

'આર્ય ૨'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા છવાઈ ગયું છે, ચાહકો ઉત્સાહથી ભરાઈ ગયા છે. સુષ્મિતા સેન 'આર્ય સીઝન ૨'માં ગત સીઝન કરતા વધુ દમદાર અંદાજમાં દર્શકોની સામે આવવાની છે. સુષ્મિતા સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર વેબ સિરીઝનું ટ્રેલર શેર કરીને દર્શકોનો આભાર માન્યો છે. સુષ્મિતાએ કેપ્શનમાં લખ્યું, 'તમારી ધીરજ માટે આભાર. હું આર્યાને તમારા માટે પાછી મેળવીને ખૂબ જ ખુશ છું. આ સિઝનમાં તેની નબળાઈ તેની સૌથી મોટી તાકાત હશે. શેરની આ રહી છે. તમામ એપિસોડ ૧૦મી ડિસેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવશે.

'આર્ય ૨'ના ટ્રેલર પર ચાહકો ભરપૂર પ્રેમથી તેના વખાણ કરી રહ્યા છે. ચાહકો પણ કહેવા લાગ્યા છે કે, મેરી શેરની વાપસ આ રહી હૈ. તમને જણાવી દઈએ કે, આ વેબ સિરીઝ માટે 'આર્યા' આ વર્ષના ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. જયારે સુષ્મિતા સેને આ શ્રેણીથી તેણીની OTT ડેબ્યૂ કરી હતી, ત્યારે દિગ્દર્શક રામ માધવાણીએ પણ ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ફેન્સને સુષ્મિતાનું જોરદાર પરફોર્મન્સ પસંદ આવ્યું. જયાં 'આર્યા' સમાપ્ત થઈ ત્યારબાદ સીઝન ટુની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ધમાકેદાર ટ્રેલર જોયા પછી એ નિશ્ચિત છે કે, સુષ્મિતા સેનની જોરદાર એકશન 'આર્ય સીઝન ૨'માં જોવા મળશે.

(3:30 pm IST)