ફિલ્મ જગત
News of Thursday, 25th November 2021

૧૫૦ કરોડ... આટલા રૂપિયા સાથે ઇન્ડિયાનો સૌથી વધુ પૈસા ચાર્જ કરતો એકટર બન્યો પ્રભાસ

મુંબઇ તા. ૨૫ : પ્રભાસે એક ફિલ્મ માટે ૧૫૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોય એવી ચર્ચા ચાલી રહી છે. અક્ષયકુમાર અને સલમાન ખાન બાદ ૧૦૦ કરોડથી વધુ ફી ચાર્જ કરનારો તે ત્રીજો એકટર બન્યો છે. જોકે ૧૫૦ કરોડ ચાર્જ કરનાર તે પ્રથમ એકટર બન્યો છે. તેની હાલમાં ઘણી ફિલ્મો આવી રહી છે.

'રાધેશ્યામ'અને 'આદિ પુરૂષ'ની ઘણી રાહ જોવાઈ રહી છે. આ બન્ને ફિલ્મો ભૂષણકુમારે પ્રોડ્યુસ કરી છે. 'આદિ પુરૂષ'માટે તેને ૧૫૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.

આ સાથે જ 'અર્જુન રેડ્ડી'અને 'કબીર સિંહ'ના ડિરેકટર સંદીપ રેડ્ડી વેન્ગાની 'સ્પિરિટ' માટે પણ તેને ૧૫૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨માં શરૂ થશે.

(10:23 am IST)