ફિલ્મ જગત
News of Thursday, 25th November 2021

સૈયામીએ શરૂ કર્યુ વધુ એક વેબ સિરીઝનું શુટીંગ

અભિનેત્રી સૈયામી ખેરે છ વર્ષ પહેલા તેલુગુ ફિલ્મ રેથી અભિનય શરૂ કર્યો હતો. બોલીવૂડમાં તેણે મિર્ઝયાથી શરૂઆત કરી હતી. એ પછી તે ચોકડ, અનપોઝડ અને વેબ શો સ્પેશિયલ ઓપ્સ સિઝન વન તથા બ્રીધ-ઇન ટુ ધ શેડોમાં પણ જોવા મળી હતી. હવે તે વધુ એક વેબ સિરીઝ ફાડુમાં કામ કરી રહી છે. આ સિરીઝનું શુટીંગ શરૂ થઇગયું છે. સૈયામીએ કહ્યું હતું કે મારુ સપનુ પુરૂ થયું છે. મારી ઇચ્છા હતી કે હું અશ્વિની ઐયર તિવારી સાથે કામ કરુ. ફાડુ સિરીઝનું અશ્વિની નિર્દેશન કરી રહ્યા છે અને હું તેમાં કામ કરી રહી છું. અશ્વિનીજી આ સિરીઝથી ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહ્યા છે.  મારું આ સિરીઝનું પાત્ર સ્પેશિયલ છે. અશ્વિનીજી પાસેથી મને ઘણું શીખવા મળશે. સૈયામી સાથે પાવેલ ગુલાટી મુખ્ય ભુમિકામાં છે. અશ્વિનીએ ઇન્સ્ટાગ્રામ પર સૈયામી અને પાવેલ સાથેની તસ્વીર મુકીને લખ્યું હતું કે મારી પહેલી વેબ સિરીઝ દસમી લાંબી ફોર્મેટની સ્ટોરી છે. જેમાં ત્રણ શોર્ટ ફિલ્મ્સ પણ છે. આ ખુબ સ્પેશિયલ બનશે.

(9:58 am IST)