ફિલ્મ જગત
News of Thursday, 25th November 2021

નિકીતાના ભરપુર વખાણ કર્યા બોસ્કોએ

ડ્રીમગર્લ, હાસીલ, આફત, એક દુજે કે વાસ્તે સહિતના ટીવી શો થકી જાણીતી અને હવે ફિલ્મો તથા વેબ સિરીઝમાં કામ કરી રહેલી નિકીતા દત્તા વધુ એક પ્રોજેકટમાં સામેલ થઇ છે. તાજેતરમાં તે અભિષેક બચ્ચન સાથે બિગ બૂલમાં અને ઇમરાન હાસમી સાથે હોરર ફિલ્મ ડિબૂકમાં જોવા મળી હતી. હવે તે કોરીયોગ્રાફરમાંથી નિર્દેશક બનેલા બોસ્કો માર્ટિસની ફેન્ટસી કોમેડી ડ્રામા ફિલ્મ રોકેટ ગેંગમાં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. બોસ્કોએ નિકીતાના ભરપુર વખાણ કરતાં કહ્યું હતું કે નિકીતા  ખુબ જ મહેનતુ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ થાય છે. તે તાલિમ લીધેલી ડાન્સર નથી, આમ છતાં તેણે ડાન્સ કરીને જે જાદૂ રેલાવ્યો છે તે પરદા પર ચોક્કસ જોવામ ળશે. તે ડાન્સ માટે કલાકો સુધી રિહર્સલ અને તાલિમ લેતી હતી. નિકીતાએ કહ્યું હતું કે રોકેટ ગેંગ મારા માટે જબરદસ્ત પ્રોજેકટ છે. તેમાં મેં ઘણું કર્યુ છે અને ઘણું શીખવા પણ મળ્યું છે. મને આશા છે કે દર્શકોને મારુ કામ ગમશે.

(9:58 am IST)