ઉમર નહિ વર્તન મહત્વનું: રશ્મિકા
અભિનેત્રી રશ્મિકા મંદાના સાઉથમાં ટોચનું સ્થાન ધરાવે છે. તેના અસંખ્ય ચાહકો છે. હવે તે બોલીવૂડમાં પણ જોવા મળવાની છે. રશ્મિકાની ફિલ્મ પુષ્પા આવતા મહિને રિલીઝ થવાની છે. જેમાં તે અલુ અર્જુનની સાથે છે. રશ્મિકાને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તું તારાથી નાની ઉંમરના પુરૂષ સાથે રિલેશન રાખવા તૈયાર છે? એના જવાબમાં રશ્મિકાએ કહ્યું હતું કે ઉંમર કરતાં તો મારા માટે એ અગત્યનું છે કે એ વ્યકિતનું વર્તન તમારી સાથે કેવું છે. તમે જેવા છો એવા જ તમને સ્વીકારવામાં આવે અને તમને બદલવામાં ન આવે એ જરૂરી હોય છે. જે લોકો દરરોજ જિમમાં જાય છે અને પોતાને ફિટ રાખે છે તેમની હું પ્રશંસા કરુ છું. કારણ કે આ બધામાં તેમનું સમર્પણ જોવા મળે છે. પરંતુ એને પ્રોફાઇલ પિકચર તરીકે શું કામ રાખવામાં આવે છે? મને એ સમજ નથી પડતી. તમારી બોડીને સોશિયલ મીડિયામાં દેખાડવાની શું જરૂર છે?