News of Thursday, 26th November 2020
સારા અલી ખાન અને વરૂણ ધવનની ફિલ્મ 'કુલી નંબર 1' 28 નવેમ્બરના થશે રિલીઝ
મુંબઈ: કુલી નંબર 1 ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી છે. પ્રશંસકોની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. સારા અલી ખાને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું છે.સારા અલી ખાને લખ્યું, "મનોરંજનની નક્કર શરૂઆત, કૂલી નંબર 1 સાથે પ્રથમ મુલાકાત. 28 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે ફેસબુક, યુટ્યુબ અને એમેઝોન પ્રાઈમ વીડિયો પર ફિલ્મ 'કુલી નંબર 1' નું પ્રથમ ટ્રેલર જોવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે લાઇવ ટ્રેલર પ્રીમિયર પર સેટ થયું છે. "
(5:11 pm IST)