ફિલ્મ જગત
News of Thursday, 26th November 2020

સૈફની ફિલ્મો કતારમાં: વધુ એક ફિલ્મ સાઇન કરશે

ડિજીટલ પ્લેટફોર્મ પર સૈફ અલી ખાન અગાઉ સેક્રેડ ગેમ્સ જેવી સુપરહીટ સિરીઝમાં કામ કરી ચુકયો છે. વધુ એક વખત તે નેટફિલકસની એક ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મની કહાની-પટકથા ખુબ જ શાનદાર છે. ૨૦૧૮માં નેટફિલકસની જ સેક્રેડ ગેમ્સથી સૈફ અલી ખાને ડિજીટલ ક્ષેત્રે કદમ માંડ્યા હતાં. ખાને કહ્યું હતું કે ફરીથી હું  નેટફિલકસ માટે કામ કરી રહ્યો છું. શાનદાર પટકથા છે, મને ફિલ્મનો વિચાર અને નિર્દેશક પણ ખુબ પસંદ છે. અમે તારીખ નક્કી કરી રહ્યા છીએ. પચાસ વર્ષિય અભિનેતા સૈફની અનેક ફિલ્મો રિલીઝ માટે કતારમાં છે. જેમાં બંટી ઓૈર બબલી-૨નું શુટીંગ પુરૂ થઇ ગયું છે. જેમાં રાની મુખર્જી, સિધ્ધાંત ચતુર્વેદી અને શરવરી પણ છે. આ ઉપરાંત સૈફ અલીખ ાન પાસે ભૂત પુલિસ નામની ફિલ્મ છે. જેમાં અર્જુન કપુર, જૈકલીન ફર્નાન્ડીસ અને યામી ગોૈતમ છે. ફિલ્મનું શુટીંગ ધર્મશાલામાં છેલ્લે થયું હતું. સૈફ પહેલી વાર આવી હોરર કોમેડી ફિલ્મ કરી રહ્યો છે.

(9:50 am IST)