પાત્રો સાથે પ્રયોગો ગમે છેઃ તાપસી
બોલીવૂડમાં તાપસીએ નામના મેળવી લીધી છે. તે અહિના અનેક મોટા પ્રોજેકટમાં કામ કરી ચુકી છે અને હજુ પણ બીજી નવી ફિલ્મો તેના હાથ પર છે. તે કહે છે કે પાત્રો સાથે પ્રયોગો કરતાં રહેવાનું મને ગમે છે, અને એ માટે હું સતત પ્રયોગો કરતી રહુ છું. આ જ કારણોસર તે હવે સ્ટેન્ડઅપ કોમેડી પણ કરી છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ અમેઝોન પ્રાઇમ પર આવેલા શ્નવન માઇક સ્ટેન્ડમાં તાપસીએ સ્ટેન્ડ-અપ કોમેડી કરી છે. પાંચ એપિસોડના આ શોમાં દરેક એપિસોડમાં અલગ-અલગ સેલિબ્રિટીએ કામ કર્યું છે. ભુવન બામ, તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા, વિશાલ દદલાણી અને શશી થરૂરે અલગ-અલગ કામેડિયન મેન્ટર સાથે મળીને કામ કર્યું છે. તાપસીએ આ શોમાં તેના કોલેજના મિત્ર અને કોમેડિયન અંગદ સિંહ રન્યાલ સાથે મળીને કામ કર્યું છે. આ શો કેમ પસંદ કર્યો એ વિશે તાપસીએ કહ્યું હતું કે અંગદ અને હું કાલેજના મિત્રો છીએ. મને જયારે તેની સાથે સ્ટેન્ડ-અપ કોમેડી કરવા માટે ફોન કરવામાં આવ્યો ત્યારેમેં તરત જ હા પાડી હતી, કારણ કે મને ખબર હતી કે એ એક અલગ અનુભવ હશે. દિલથી હું એક પર્ફોર્મર છું. મને પડકારનજક રોલ ખૂબ જ ગમે છે. હું અલગ-અલગ પાત્રો સાથે કરું છું. તેથી સ્ટેન્ડઅપ કોમેડીની હા કહી દીધી હતી.