ફિલ્મ જગત
News of Monday, 26th November 2018

નિખિલ અડવાણીએ કહ્યું કે મારા માટે બાટલા હાઉસ બનાવવી બહુ મુશ્કેલ હતી

મુંબઇ:  મોખરાના ફિલ્મ સર્જક નિખિલ અડવાણીએ કહ્યું હતું કે બાટલા હાઉસ ફિલ્મ બનાવવાનું અમને બહુ ટફ પડયું. અમે ધારેલું એટલું એ સહેલું નહોતું.દેશના પાટનગર નવી દિલ્હીના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં છૂપાયેલા એક આતંકવાદીને ઠાર કરવા બાટલા હાઉસના ગુપ્ત નામે પોલીસે ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશને બહુ ચર્ચા જગાડી હતી અને વિવાદો સર્જ્યા હતા.હાલ નિખિલ અડવાણીએ જ્હૉન અબ્રાહમને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકેના રોલમાં લઇને બાટલા હાઉસ નામે ફિલ્મ બનાવી છે. એના વિશે મિડિયા સાથે વાત કરી રહ્યા હતા.તેમણે કહ્યું કે અત્યાર અગાઉ મેં બનાવેલી ફિલ્મો કરતાં આ ફિલ્મ બનાવવાનું ખૂબ મુશ્કેલ થઇ પડયું હતું. અમે ૧૧ દિવસનું શૂટિંગ પૂરંુ કર્યું. એકાદ બે દિવસમાં હું લખનઉ, દિલ્હી અને નોર્થ ઇન્ડિયાના લોકેશનો પર શૂટિંગ કરવા નીકળવાનો છું. છેલ્લાં ચારેક વર્ષથી અમે આ ફિલ્મ માટે સંશોેધન કરી રહ્યા હતા એટલે અમારા માટે આ ફિલ્મ ખૂબ મહત્ત્વની છે. જો કે જે ૧૧ દિવસનું શૂટિંગ પૂરું કર્યું એનાથી અમને સંતોષ થયો હતો. અમે ધાર્યા મુજબનું કામ થઇ રહ્યું છે. જો કે આ ફિલ્મ ખૂબ કપરી સાબિત થઇ રહી છે.

(5:09 pm IST)