ફિલ્મ જગત
News of Monday, 26th November 2018

બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ જોઇ રહી છે મૌની

ટીવી પરદેથી બોલીવૂડમાં પહોંચી ગયેલી મૌની રોય હવે પોતાની બીજી ફિલ્મ બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ જોઇ રહી છે. મૌની સોશિયલ મિડીયા પર સતત હલચલ મચાવતી રહી છે. તેની એક-એકથી ચડીયાતી હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ થતી રહે છે. મૌનીના ઇન્સ્ટાગ્રામ પર ૬ મિલિયન અને ટ્વિટર પર ૩.૦૩ મિલિયન ફોલોઅર્સ છે. પશ્ચિમ બંગાલના કુચ બિહારમાં જન્મેલી મૌનીએ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. કેમ કે ૨૦૦૭માં તેને કયોં કી સાસ ભી કભી બહૂ થી શો મળ્યો હતો. એ પછી તેણે કસ્તુરી, પતિ-પત્નિ ઓૈર વો અને દો સહેલીયા જેવા શો કર્યા. ડાન્સ શોમાં પણ ભાગ લીધો હતો. પણ તેને ઓળખ દેવો કે દેવ મહાદેવ શો થકી મળી હતી. જેમાં તેણે સતીનો રોલ નિભાવ્યો હતો. ૨૦૧૫માં નાગિનના રોલે તેને વધુ નામ અને દામ આપ્યા હતાં. હવે તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં વિલન તરીકે જોવા મળશે. જો કે એ પહેલા જોન સાથેની રોમિયો અકબર વોલ્ટર (રો) અને રાજકુમાર રાવ સાથે મેડ ઇન ચાઇના રિલીઝ થઇ જશે.

(9:37 am IST)