ફિલ્મ જગત
News of Tuesday, 26th October 2021

દલેર મહેંદીનું નવું ગીત 'રોલા પે ગયા' રિલીઝ

મુંબઈ: પંજાબી પોપ સિંગર દલેર મહેંદી ફિલ્મ 'હમ દો હમારે દો'નું નવું ગીત 'રોલા પે ગયા' લઈને આવ્યો છે, જે સચિન-જીગર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યો છે. ગીત વિશે વાત કરતાં દલેર મહેંદીએ કહ્યું હતું કે, "મસ્તી અને ડાન્સથી ભરપૂર આ ગીતને લઈને હું ઉત્સાહિત છું. મને ખાતરી છે કે લગ્ન પ્રસંગે આ ગીત હિટ સાબિત થશે." તેણે તેના લેટેસ્ટ સિંગલ 'આઓ જી' પહેલા 'દર્દી રબ', 'કાલા કૌવા કટ ખાયેગા', 'બલે બલે', 'તુનક તુનક' અનેક ડાન્સ નંબર આપ્યા છે, જે એક રાજસ્થાની લોકગીત છે. સંગીતકાર સચિન-જીગર સાથે કામ કરવાના તેમના અનુભવ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, "મેં ભૂતકાળમાં સંગીતકાર જોડી સચિન-જીગર સાથે કામ કર્યું છે અને આ ગીત માટે ફરીથી તેમની સાથે જોડાઈને હું ખુશ છું."

(5:07 pm IST)