ત્રણ વર્ષ બાદ શ્વેતાનું ટીવી પરદે કમબેક
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પણ ટીવી કે ફિલ્મમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે ત્રણ વર્ષથી ટીવી પરદેથી ગાયબ રહેલી શ્વેતા પોતે ફરીથી ટીવી પરદે આવી રહી છે. તે સોની ટીવી પરના શો 'મેરે ડેડ કી દુલ્હન'માં કામ કરી રહી છે. તાજેતરમાં આ શોના પ્રોમોનું શુટીંગ કરવામાં આવ્યું હતું. શ્વેતા સાથે આ ટીવી સિરીયલમાં વરૂણ બડોલા મુખ્ય રોલમાં છે. શ્વેતાએ પ્રોમોમાં શોની થીમ અને પાત્રો વિશે વાત કરી છે. આ શોમાં શ્વેતા જે પાત્ર ભજવી રહી છે તેનું નામ ગુનિત છે. શ્વેતા કહે છે અમારા શોમાં એવી વાત છે જે તમને દરેક ઘરમાં જોવા નહિ મળતી હોય. પણ આ પરેશાની દરેક ઘરમાં હોય છે. એટલે કે તમે આ કન્સેપ્ટ સાથે સહેલાઇથી જોડાઇ શકશો. તમને થશે કે આવું તો મારી સાથે થયું હતું, મારા મિત્ર સાથે પણ થયું હતું. વરૂણે કહ્યું હતું કે આ શો ખુબ રસપ્રદ બની રહેવાનો છે. રિલેશનશીપની જરૂરિયાત જિંદગીના દરેક પડાવ પર હોય છે.