ફિલ્મ જગત
News of Wednesday, 26th September 2018

અજય દેવગનની આગામી ફિલ્મ 'તાનાજી'ની શૂટિંગ શરૂ

મુંબઇ:મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે પોતાની આગામી ફિલ્મ તાનાજી શરૃ કરી હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

છત્રપતિ શિવાજી મહારાજના વિશ્વાસુ યોદ્ધા એવા તાનાજી માલસુરેન ફિલ્મ અજય ટી સિરિઝના ભૂષણ કુમાર સાથે બનાવી રહ્યો છે અને એમાં એ મુખ્ય પાત્ર પણ કરવાનો છે. આ ફિલ્મ માટે અજય અને ભૂષણ છેક ૨૦૧૭થી કામ કરી રહ્યા હતા. તાનાજી ધ અનસંગ હીરોનું ડાયરેક્શન ઓમ્ રાઉત કરી રહ્યા છે.

અજયે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના મુહૂર્ત શોટની તસવીર શૅર કરી હતી.

આ ફિલ્મ ૨૦૧૯ના નવેંબરમાં રિલિઝ કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે. ૧૬૭૦માં થયેલા યુદ્ધ પર આ ફિલ્મની કથા વણાયેલી છે.

(4:53 pm IST)