ફિલ્મ જગત
News of Wednesday, 26th September 2018

વધુ એક હિટ ફિલ્મની સિકવલમાં અર્જૂન કપૂર

નમસ્તે ઇંગ્લેન્ડ અર્જૂન કપૂરની એ ફિલ્મ છે જે ૧૯ ઓકટોબરે રિલીઝ થઇ રહી છે. નમસ્તે લંડનની આ સિકવલ છે. જે ૨૦૦૭માં આવી હતી અને તેમાં અક્ષય કુમાર તથા કેટરીના કૈફે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ સિકવલ નિર્માતા-નિર્દેશકને અક્ષય કુમારને લઇને જ બનાવવી હતી. પણ અક્ષય પાસે સમય ન હોઇ અર્જૂનને લઇને ફિલ્મ બનાવાઇ છે. ત્યાંહવેઅર્જૂનને અક્ષયની વધુ એક સિકવલ મળી છે. અર્જૂનના કામથી વિપુલ એટલા ખુશ થયા છે કે તેણે બીજી સિકવલ માટે પણ તેની પસંદગી કરી લીધી છે. વિપુલ તેની ફિલ્મ સિંઘ ઇઝ કિંગની સિકવલ બનાવશે. તેમાં પણ અક્ષય કુમારની જગ્યાએ અર્જૂન કપૂર જોવા મળશે. આમ અર્જૂને અક્ષયની બીજી હિટ ફિલ્મની સિકવલ પોતાના નામે કરી છે.

(9:58 am IST)