શાહિદ કપૂરની હિરોઇન બનશે કિયારા અડવાણી
બોલીવૂડ અભિનેત્રી કિયારા અડવાણીને વધુ એક ફિલ્મ મળી ગઇ છે. હાલમાં બોલીવૂડમાં નવા હિરો-હિરોઇનોના આગમનની સિઝન ચાલી રહી છે. તારા સુતરીયા પણ તેમાં સામેલ છે. તો ચંકી પાંડેની દિકરી અનન્યા પણ આવી રહી છે. તારા અને અનન્યા સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ કરી રહી છે. ત્યાં તારાને શાહિદ સાથેની એક ફિલ્મ મળવાની વાત વહેતી થઇ હતી. પણ હવે આ ફિલ્મ કિયારા અડવાણીને મળી ગઇ છે. શાહિદ અર્જૂન રેડ્ડી નામની સાઉથની ફિલ્મની હિન્દી રિમેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં હિરોઇનનો રોલ કિયારાને મળ્યો છે. ફિલ્મ ૨૧ જુના ૨૦૧૯ના રિલીઝ થશે. જેના નિર્દેશક સંદિપ વંગા અને નિર્માતા ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર તથા મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે છે. ૨૦૧૭માં આવેલી તેલુગૂ ફિલ્મ અર્જૂન રેડ્ડીની કહાની એક એવા છોકરાની છે જે એક છોકરીને ખુબ પ્રેમ કરતો હોય છે. પણ તેના લગ્ન પરાણે બીજા યુવાન સાથે કરી દેવામાં આવે છે. પછી છોકરો પોતાની જાતને શરાબી બનાવી બેસે છે.