ફિલ્મ જગત
News of Tuesday, 25th September 2018

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બધાઈ હો 'નું પોસ્ટર રિલીઝ

મુંબઈ:અભિનેતા આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ બધાઈ હોનું મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. જો કે આ પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મના મોશન પોસ્ટરમાં સરકારની પરિવાર નિયોજન યોજનાની નીતિ હમ દો હમારે દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફિલ્મને અમિત રવિદરનાથ શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરે દશેરાના દિવસે રિલીઝ થશે.

 

(4:08 pm IST)