ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

'આલિયા બસુ ગાયબ હૈ'માં જોવા મળશે રાઈમાં સૈન

મુંબઇ:અભિનેત્રી રાઇમા સેન આગામી ફિલ્મ આલિયા બસુ ગાયબ હૈમાં ચમકશે એવી ઔપચારિક માહિતી ખુદ રાઇમાએ મિડિયાને આપી હતી.આ એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મ છે અને એની સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ ચૂકી છે એમ રાઇમાએ કહ્યું હતું. રાઇમા ઉપરાંત આ ફિલ્મમાં વિનય પાઠક અને સલીમ દિવાન ચમકવાનાં છે.આ ફિલ્મથી એડ ફિલ્મ મેકર પ્રીતિ સિંઘ ડાયરેક્શનમાં ઝુકાવી રહી છે. આ ફિલ્મના ફર્સ્ટ લૂકને મંગળવારે રિલિઝ કરાયો હતો. આ અંગે અભિનેતા વિનય પાઠકે કહ્યું, સ્ક્રીપ્ટ એટલી સચોટ અને જુદા જુદા વળાંકોથી ભરપુર છે કે મને ફિલ્મની ઑફર થઇ ત્યારે મેં તરત સ્વીકારી લીી હતી. આ ફિલ્મ ક્યારે ફ્લોર પર જાય છે એની અમને સૌને ઉત્કંઠા છે.

(5:30 pm IST)