ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

ભોજપુરી ભાષા બોલી રહી છે સની

અભિનેત્રી સની લિયોની હવે ભોજપુરી ભાષામાં વાતો કરવા માંડી છે. તેણે તાજેતરમાં ભોજપુરી બોલતી હોય તેવો વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયો ખુબ વાયરલ થયો છે અને તેના ચાહકો તેની આ નવી ભાષાને પસંદ કરી રહ્યા છે. કોકાકોલા નામની હોરર કોમેડી ફિલ્મ સની લિયોની કરી રહી છે. આ ફિલ્મમાં તેનું પાત્ર ઉત્તર પ્રદેશની યુવતિનું છે. આ રોલ માટે તેને ભોજપુરી ભાષા શીખવાની જરૂર હોવાથી તેણે ખાસ શિક્ષક રાખીને આ ભાષા શીખી છે. તે વિડીયોમાં યુપી-બિહારની ભાષા બોલતી જોવા મળી રહી છે. જેમાં તે બોલી રહી છે કે-ઓયે કા બે...કામ કર મુજે છોડ. સનીનો આ વિડીયોમાં લૂક પણ જબરદસ્ત છે. કોકાકોલા ઉપરાંત રંગીલા અને વિરમાદેવી નામની તેની ફિલ્મો પણ આવી રહી છે.

(9:45 am IST)