ફિલ્મ જગત
News of Wednesday, 26th June 2019

દરેક કામમાં વિશ્વાસ ખુબ જરૂરીઃ સારા અલી ખાન

સૈફ અલી ખાન અને અમૃતાસિંહની દિકરી સારા અલી ખાને કેદારનાથ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કર્યા પછી સિમ્બામાં રણબીરસિંહની હિરોઇન બની હતી. બંને ફિલ્મો તેને ફળી હતી. સારા અલી ખાન હવે બોલીવૂડની ટોચની અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે. તેની પાસે અનેક પ્રોજેકટ હાથ પર છે. તો તેની ડ્રેસિંગ સેન્સ અને સોશિયલ મિડીયાની તસ્વીરો પણ સતત ચર્ચામાં રહે છે. સારા અભિનેત્રી તરીકે પોતાનો રોલ પસંદ કરતાં પહેલા શું જોવે છે? તેના વિશે તે કહે છે કે હું કારકિર્દીની નવા ચેપ્ટર તરીકે જોવ છું. મારા માટે અભિનય કરવો એ ખુબ મહત્વનું છે. સારુ કામ કરવું ખુબ જ જરૂરી હોય છે, અને સોૈથી વધુ જરૂરી હોય છે વિશ્વાસ. હું મારા રોલ, નિર્દેશક અને સ્ક્રિપ્ટ એમ બધા ઉપર વિશ્વાસ રાખીને કામ કરુ છું. હાલમાં સારા ઇમ્તિયાઝની લવ આજકલ-૨માં કામ કરી રહી છે. આ ઉપરાંત વરૂણ ધવન સાથે કૂલી નંબર-૧ કરી રહી છે.

(9:45 am IST)