ફિલ્મ જગત
News of Tuesday, 26th June 2018

કરિશ્માનો બર્થ-ડે સેલિબ્રેટ કરતાં સૈફ, કરીના અને સોનમ

મુંબઇ : સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને સોનમ કપૂર આહુજા ગઇકાલે લંડનમાં કરિશ્મા કપૂરનો બર્થ-ડે સેલિબ્રેટ કરતાં જોવા મળ્યાં હતાં. સોનમ તેના પતિ આનંદ એસ. આહુજા સાથે અને કરીના તેના પતિ સૈફ સાથે લંડનમાં વેકેશન માણી રહ્યાં છે. કરિશ્માનો જન્મ દિવસ હોવાથી તેઓ લંચ કરતાં જોવા મળ્યાં હતાં. કરિશ્મા ગઇકાલે ૪૪ વર્ષથી થઇ હતી. તેમની સાથે કોમન ફ્રેન્ડ નતાશા પૂનાવાલાએ પણ હાજરી આપી હતી. કરિશ્મા અને નતાશાએ તેમના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતાં. સોનમ અને કરીનાને લંડન ખૂબ જ પસંદ છે. આ વિશે વધુ જણાવતાં કરીનાએ કહ્યું હતું કે 'સમગ્ર વિશ્વમાં લંડન અમારું ફેવરિટ શહેર છે. અહીં આવીને હંમેશાં અમે કંઇક નવું માણીએ છીએ. આ વખતે અમે વિન્ડસરમાં રહેવાનું પસંદ કર્યુ છે, કારણ કે અમારે અહીંના ઐતિહાસીક વારસા અને સુંદરતાને માણવા છે. અમે સામાન્ય વ્યકિતની જેમ રહેવા માગીએ છીએ.'

(3:53 pm IST)