ફિલ્મ જગત
News of Tuesday, 26th May 2020

બીગબીની ઝુંડની રિલીઝ સામે કોર્ટમાં અપીલ

મુંબઈ તા. ૨૬ : અમિતાભ બચ્ચનની 'ઝુંડ' રિલીઝને અટકાવવા હેદરાબાદના એક ફિલ્મમેકરે કોર્ટમાં અપીલ કરી છે. આ ફિલ્મ ૨૮ મે એ રિલીઝ થવાની છે. તેલંગણાના નન્દી ચિન્ની કુમારનો દાવો છે કે આ ફિલ્મમાં વિજય બરસેના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે 'સ્લમ સોકર ફાઉન્ડેશન'નો સંસ્થાપક છે.

જોકે અખિલેશ પોલ જે ગેન્ગસ્ટરમાંથી સ્લમ સોકર પ્લેયર બને છે તેને આ ફિલ્મમાં ન દેખાડવામાં આવે તો ફિલ્મ અધુરી ગણાય. એથી તેમણે અખિલેશ પોલની સ્ટોરીને દેખાડવાના રાઇટ્સ ખરીદી લીધા છે. જોકે અખિલેશ હવે એમ કહે છે કે તેણે ડોકયુમેન્ટરી માટે રાઇટ્સ વેચ્યા છે. એ વિશે ફિલ્મના પ્રોડ્યુસર નાગરાજ મંજુલેને જણાવવામાં આવતાં તેમણે અખિલેશ પાસેથી રાઈટ્સ ખરીદ હોવાનું કહી રહ્યા છે.  આ વાતને ધ્યાનમાં રાખતાં નન્દી ચિન્ની કુમારે આ ફિલ્મને થિયેટર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થતી અટકાવવાની કોર્ટમાં અરજી દાખલ કરી છે. જોકે ફિલ્મ મેકર્સે પણ કોર્ટમાં અપીલ કરી છે કે ફિલ્મની રિલીઝ પર સ્ટે ન મૂકવામાં આવે.

(2:39 pm IST)