ફિલ્મ જગત
News of Sunday, 26th May 2019

દિશા પટાનીને મર્ડર ૪ ફિલ્મ ટાઈગર શ્રોફને કારણે રિજેક્ટ કરી

મુંબઇઃ ભારત ફિલ્મમાં દિશા પટાની સલમાન ખાન સાથે જોવા મળશે, જેના કારણે દિશાના ફેન્સ ઘણા ઉત્સાહિત છે. હવે લેટેસ્ટ ખબર અનુસાર, દિશા પટાનીને મર્ડર ૪ ફિલ્મ માટે એપ્રોચ કરવામાં આવી હતી, પરંતુ દિશાએ ફિલ્મને રિજેક્ટ કરી દીધી. રિપોર્ટ્સ અનુસાર ટાઈગર શ્રોફને કારણે દિશાએ ફિલ્મને રિજેક્ટ કરી દીધી છે.

ખરેખર મર્ડર ફ્રેન્ચાઇઝી એક એડલ્ટ થ્રિલર છે, જે તેના હોટ સીન્સને કારણે ફેમસ છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ પ્રોડક્શન હેઠળ વર્ષ ૨૦૦૪ દરમિયાન મર્ડર ફિલ્મ રીલિઝ થઇ હતી, જેમાં મલ્લિકા શેરાવત હતી. આ ફિલ્મ સુપરહિટ થઇ હતી. જયારે વર્ષ ૨૦૧૧ દરમિયાન મર્ડર ૨ અને ૨૦૧૩ દરમિયાન મર્ડર ૩ ફિલ્મ આવી હતી. આ બંને ફિલ્મો સફળ રહી હતી.

હવે મર્ડર ૪ ફિલ્મની તૈયારી શરૂ થઇ ચુકી છે, પરંતુ તેની સ્ટારકાસ્ટ ફાઇનલ નથી થઇ. દિશાએ આ ફિલ્મ માટે ના પાડી દીધી છે. એટલા માટે તે જોવાનું રસપ્રદ રહેશે કે કઈ અભિનેત્રી આ ફિલ્મનો હિસ્સો બને છે.

અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભારતમાં દિશા પટાની એક અગત્યના રોલમાં જોવા મળશે. સલમાન ખાન અને દિશાનું સ્લો મોશન સોન્ગ ઘણું ફેમસ થયું છે.ભારત પછી દિશા મલંગ ફિલ્મમાં જોવા મળશે, જેમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમુ છે. દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.દિશા પટાની  પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

(12:55 pm IST)