ફિલ્મ જગત
News of Saturday, 26th May 2018

સારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથ' ફરી વિવાદમાં

મુંબઇ: સારા અલી ખાન કારકિર્દીની શરૃઆતમાં કાનૂન વિવાદમાં ફસાઇ ગઇ છે. તેણેઅભિષેક કપૂરની 'કેદારનાથ ફિલ્મ સાઇન કરી હતી. પરંતુ અભિષેક કપૂર અને પ્રેરણા અરોરા વચ્ચે વિવાદ થતાં ફિલ્મ લટકી ગઇ હતી. દરમિયાન સારાએ રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા સાઇન કરી લીધી.હવે સારા માટે ફિલ્મ માથાનો દુખાવો બની ગઇ છે. વાત એમ છે કે 'કેદારનાથ ફિલ્મના નિર્માતાએ તેને નોટિસ પાઠવીને વાંધો ઊઠાવ્યો છે કે સારાએ પોતાની સઘળી તારીખો તેની ફિલ્મને આપી હતી તો પછી તે અન્ય ફિલ્મ કઇ રીતે સાઇન કરી શકે. સારાએ કરારનો ભંગ કર્યો છે. સારાને ગયા મહિને કેદારનાથના શૂટિગ માટે મે મહિનાથી લઇ જુલાઇ સુધીનું કહેવામાં આવ્યું હતું. પરંતુ અભિનેત્રીના એજન્ટે તે અન્ય ફિલ્મમાં વ્યસ્ત હોવાથી શૂટિંગ શરૃ નહીં કરી શકે તેમ જમઆવ્યું હતું. પરિણામે નિર્માતા વિફર્યો હતો અને તેણે સારાએ કરારનું ઉલ્લંઘન કર્યાનું કહીને કમિટમેન્ટ પુરું કરવા અથવા તો રૃા. પાંચ કરોડનો દંડ ભરવાનું કહ્યું છે.
 

(4:05 pm IST)