ફિલ્મ જગત
News of Saturday, 26th May 2018

ફિલ્મ 'સંજુ'નું નવો પોસ્ટર લોન્ચ

મુંબઇ: અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ સંજુનું એક પોસ્ટર શુક્રવારે રિલિઝ કરાયું હતું જેમાં ૧૯૮૦ના દાયકામાં સંજુએ કરેલા પ્રેમનો અણસાર હતો. અત્રે યાદ કરવા જેવું છે કે ૧૯૯૩માં મુંબઇમાં થયેલા સિરિયલ બોમ્બવિસ્ફોટ પછી ગેરકાયદે જીવલેણ હથિયારો રાખવા માટે સંજય દત્તની ધરપકડ થઇ પહંલાંના વરસોમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત વચ્ચે અફેર હોવાની વાતો વહેતી થઇ હતી. રાજકુમાર હીરાણીએ સંજય દત્તની બાયો-ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે માધુરીએ સંજય દત્તની મુલાકાત લઇને પોતાના અફેરની વાતો ફિલ્મમાં રજૂ થાય એવી વિનંતી કરી હતી. હાલ માધુરી પરણેલી અને જોડિયા પુત્રોની માતા છે એટલે સ્વાભાવિક રીતેજ પોતાના અફેરની વાતો રજૂ થાય એવી ઇચ્છા રાખે. સંજય દત્તે એને એવી ખાતરી આપી હતી કે તારાં લગ્નજીવનને અસર કરે એવું કશું ફિલ્મમાં રજૂ નહીં થાય. શુક્રવારે રજૂ થયેલા પોસ્ટરમાં સંજય દત્ત (રણબીર કપૂર ) એની ગર્લફ્રેન્ડ (સોનમ કપૂર) સાથે મસ્તી કરી રહ્ય હોય એવું દ્રશ્ય રજૂ થયુ ંહતું. પોસ્ટર સંજયની લવ લાઇફને રજૂ કરતું હોય પ્રકારે બનાવાયું હતું. ફિલ્મમાં રણબીર કપૂરે કરેલા અભિનયને અત્યાર અગાઉ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરથી માંડીને  વિધુ વિનોદ ચોપરા જેવા સૌ કોઇએ મુક્ત મને બિરદાવ્યો હતો.

(4:05 pm IST)