'રેસ-3' પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ
મુંબઈ:સલમાન ખાન અભિનિત ફિલ્મ રેસ-૩નુ બીજુ ગીત સેલ્ફીશ રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ ગીત કાશ્મીરની સુંદર વાદીઓમાં ફિલ્માવાયુ છે. જેમાં જેકલીન, બોબી દેઓલ અને સલમાન ખાન નજરે પડી રહ્યા છે. આ સાથે જ દર્શકો આ ફિલ્મ રીલીઝ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ ઈદના દિવસે રીલીઝ થવાની છે. જોકે, પાકિસ્તાનમાં આ ફિલ્મ ઈદ પર રીલીઝ નહીં થઈ શકે. પાકિસ્તાન સરકારે ઈદની આસપાસના સમયમાં રીલીઝ થતી ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ પાછળ પાકિસ્તાનનો ઉદ્દેશ્ય સ્થાનિક ફિલ્મોને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રતિબંધ સંબંધે પાકિસ્તાનના સુચના અને પ્રસારણ મંત્રાલયે તમાામ થિયેટર માલિકોને આદેશ પણ આપી દીધો છે.જેથી આ ફિલ્મ પાકિસ્તાનમાં એક સપ્તાહ બાદ રીલીઝ થાય તેવી શક્યતા છે. મહત્વનુ છે કે, ફિલ્મમાં સલમાન ઉપરાંત બોબી દેઓલ, અનિલ કપુર, ડેઝી શાહ પણ નજરે પડશે.