ફિલ્મ જગત
News of Monday, 26th April 2021

ઇલીગલ-૨...ફરી જોવા મળશે ગુરૂ શિષ્યની ટક્કર

લોકડાઉનમાં અનેક ડિજીટલ પ્લેટફોર્મ પર લોકોને તેમની ઇચ્છા મુજબના શો, ફિલ્મો ભરપુર માત્રામાં મળી રહ્યા છે. ગયા વર્ષે વૂટ સિલેકટ પર આવેલી વેબ સિરીઝ 'ઇલિગલ'ની બીજી સિઝન પણ હવે રિલીઝ માટે તૈયાર છે. જેમાં આ વખતે તનુજ વિરવાની પણ જોડાઇ ગયો છે. પહેલી સિઝનમાં અક્ષય ઓબેરોય, નેહા શર્મા, પિયુષ મિશ્રાએ જમાવટ કરી હતી. બીજી સિઝનમાં સેકસ્યુઅલ હેરેસમેન્ટથી માંડી મૃત્યુદંડ સહિતના અનેક વિષયો સામેલ કરાયા છે. તનુજે કહ્યું હતું કે વેબ સિરીઝ ઇલિગલ આજના ભારતની વાત કરે છે. તે સત્યતાથી ખુબ જ નજીક છે. આ કારણે જ મેં બહુ લાંબો વિચાર કર્યા વગર આ સિરીઝમાં કામ કરવાની હા કહી દીધી હતી. વળી પિયુષ મિશ્રા સાથે કામ કરવાની તક મળી રહી છે તે જાણીને જ હું ખુશ થઇ ગયો હતો. અદ્દભુત સ્ક્રિપ્ટ સત્યઘટના પર આધારીત છે. સાત એપિસોડની ઇલિગલ સિઝન-૨માં ગુરૂ શિષ્ય પિયુષ મિશ્રા અને નેહા શર્મા ફરી આમને સામને આવશે.

(10:09 am IST)