ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત દબંગ ખાનના પિતા સલીમખાન

મુંબઈ: બોલીવૂડના મશહૂર પટકથાલ લેખક અને સુપર સ્ટાર સલમાનખાનના પિતા સલીમખાનને માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે.સલીમખાનને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.મહત્વની વાત એ હતી કે , આ સમારોહમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત હાજર રહ્યા હતા અને તેમના હસ્તે સલીમખાનને આ એવોર્ડ એનાયત કરાયો હતો.સલીમખાન સિવાય બોલીવૂડના પીઢ એક્ટ્રેસ હેલનને તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બોલીવૂડ ડાયરેક્ટર મધુર ભંડારકરને પણ માસ્ટર દીનાનાથ એવોર્ડ એનાયત કરાયો હતો.આ એવોર્ડ પણ મોહન ભાગવતના હસ્તે જ અપાયો હતો.માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે.લીજેન્ડરી ગાયિકા લતા મંગેશકરનો પરિવાર આ એવોર્ડ સમારોહનુ આયોજન કરે છે.

(5:53 pm IST)