ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ અને ફિટનેસના ક્લાસ શરૂ કરશે બિપાસા બાસુ

મુંબઇ: એક સમયે સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી અભિનેત્રી બિપાસા બસુ ટૂંક સમયમાં મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ અને ફિટનેસના ક્લાસ શરૂ કરશે એેવું જાણવા મળ્યું હતું.બે વર્ષ પહેલાં બિપાસાએ આવા વર્ગો શરૂ કરવાની યોજના જાહેર કરી હતી. બળાત્કાર અને છેડછાડના બનાવો વધી રહ્યા છે એ સંદર્ભમાં એણે આ યોજના જાહેર કરી હતી. હવે આ યોજના સાકાર થવાની તૈયારીમાં છે. આ વર્ષની આખર સુધીમાં બિપાસા મુંબઇ, દિલ્હી અને કોલકાતામાં પોતાના ફિટનેસ સેન્ટર્સ શરૂ કરશે. બિપાસાની નિકટનાં સૂત્રે કહ્યું કે આ ક્લાસિસમાં મિક્સ માર્શલ આર્ટસ્ અને કરાટે પણ શીખવવાની બિપાસાની યોજના છે. દરેક કોર્સની પરાકાષ્ઠા રૂપે બિપાસા પોતે સ્પેશિયલ ક્લાસ લેશે.બિપાસાએ પેાતે કહ્યું કે આ ક્લાસમાં મારે સ્વરક્ષણની અને ફિટ રહેવાની કલા શીખવવી છે.

(5:51 pm IST)