ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

ભારતનું પહેલું ગીત ‘સ્લો મોશન’ રિલીઝ

મુંબઈ: સલમાન ખાન ફરી એકવાર ઈદના ખાસ મોકા પર પોતાના પ્રશંસકો માટે ફિલ્મ ભારત લઈને આવી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર 22 એપ્રીલે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ ફિલ્મને લઈને પ્રશંસકોમાં જોરદાર આકર્ષણ જોવા મળી રહ્યુ છે. ટ્રેલર બાદ ફિલ્મનું પહેલું ગીત ગુરૂવારે સ્લો મોશન રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ગીતમાં પહેલી વાર સલમાન ખાન અને દિશા પટ્ટણીની રોમેન્ટીક કેમેસ્ટ્રી જોવા મળશે. ભારતનું પહેલું ગીત ‘સ્લો મોશન’ ઈરશાદ કામિલે લખ્યુ છે. ફિલ્મમાં સંગીત વિશાલ શેખરે આપ્યુ છે. આ ગીતમાં પહેલી વાર સલમાન ખાન અને દિશા પટ્ટણી એક ફ્રેમમાં નજર આવશે. ગીતની શરૂઆતમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 1964, એ સમય હતો ધ ગ્રેટ રશિયન સર્કસનો એ સમય હતો રંગીન જવાનીનો. ગીતમાં સલમાન સર્કસમાં મોતના કુંવામાં સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તેને ટક્કર આપતી દીશાની ધમાકેદાર એન્ટ્રી થાય છે. ગીતને સલમાન ખાનનો રેટ્રો લુક અને દિશા પટ્ટણી સાડીમાં ખુબસુરત લાગી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે સલમાનની આ સ્ટાઈલમાં ફિલ્માવવામાં આવતા પ્રશંસકો માટે જાણે કે કોઈ ભેટ સમાન છે.

(5:53 pm IST)