ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

અર્જૂન કપૂર ફરીથી એકતાની ફિલ્મમાં

અર્જૂન કપૂર ફિલ્મો કરતાં હાલમાં મલાઇકા અરોરા સાથેની રિલેશનશીપને કારણે વધુ ચર્ચામાં છે. જો કે હવે તે નવી ફિલ્મને કારણે ચર્ચામાં આવ્યો છે. નિર્માતા એકતા કપૂર સાથે 'હાફ ગર્લફ્રેન્ડ'માં કામ કરી ચુકેલો અર્જૂન ફરીથી એક ફિલ્મ તેની સાથે કરવાનો છે. ૨૦૨૦માં અર્જૂન કપૂર  ફરીથી એક ફિલ્મ કરવાનો છે. ૨૦૧૭માં આવેલી હાફ ગર્લફ્રેન્ડ બોકસ ઓફિસ પર ઠીકઠાક કમાણી કરવામાં સફળ રહી હતી. એકતાએ નવી ફિલ્મ માટે ફરીથી અર્જૂનને   પસંદ કર્યો છે. આ ફિલ્મનું પ્રાથમિક કામ શરૂ થઇ ગયું છે. મોહિત સૂરીના જન્મ દિવસ પર  એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેના કેપ્શનમાં લખ્યું હતું કે તેણે શાનદાર સ્ક્રિપ્ટની ચર્ચા કરી છે. અર્જૂન કપૂરની ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ૨૪મી મેના રિલીઝ થવાની છે.  આ ઉપરાંત તેના હાથ પર સંદિપ ઓૈર પિન્કી ફરાર તથા પાનીપત જેવી ફિલ્મો પણ છે. આમ તે સતત વ્યસ્ત બની ગયો છે. 

(9:50 am IST)