ફિલ્મ જગત
News of Friday, 26th April 2019

૨.૮ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે ટીવી અભિનેત્રી નિયા શર્મા

ટીવી પરદાની ગ્લેમરસ ગર્લ નિયા શર્મા સોશિયલ મિડીયા પર પણ સતત ચર્ચામાં રહે છે. તે બોલ્ડ અને સેકસી તસ્વીરો પોસ્ટ કરવા માટે જાણીતી છે. તાજેતરમાં તેણે એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું હતું. એક યુવતિ કારમાં સુતી હતી અને તે પ્રેગનન્ટ હોય તેવું પેટ દેખાતું હતું. નિયાએ આ તસ્વીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું હતું કે જમ્યા પછી હું આવી થઇ જાઉ છું. આ કારણે નિયાને ટ્રોલ કરવામાં આવી હતી. નિયા ઇન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ચાહકો ધરાવે છે. ઇસ્ટાગ્રામ પર તેના ૨.૮ મિલિયન ફોલોઅર્સ છે. ટીવી શો 'એક હજારો મેં મેરી બહેના હૈ' થકી જાણીતી બનેલી નિયા એ પછી 'જમાઇ રાજા'માં રવિ દુબે સાથેના પાત્રને કારણે ખુબ ચર્ચામાં આવી હતી. નિયાનું અસલી નામ નેહા શર્મા છે. તે રિયાલીટી શો ખતરો કે ખિલાડીમાં પણ કામ કરી ચુકી છે. અગાઉ દિપીકા પાદુકોણને પાછળ રાખી એશિયાની સેકસી મહિલાનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

(9:50 am IST)