મલાઇકા અરોરા અર્જુન કપૂર ઉપર ફીદા થઇ હોય તેવુ જોવા મળ્યુઃ બન્નેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ
મુંબઈઃ 24 તારીખની રાત્રે બોલીવુડની ગલીયોમાં કંઈક એવું થયું કે વાતાવરણ જોરદાર બની ગયું. વિચારમાં પડી ગયા? હમણાં તમારા કપાડ પર થયેલી વિચારોની રેખાને દૂર કરીએ છીએ. ખરેખર, બોલીવુડમાં એક
હાઉસ પાર્ટીનું આયોજન કરાયું જે અભિનેત્રિ અમૃતા અરોરાએ આપી હતી. આ પાર્ટીમાં બોલીવુડના કેટલાક મોટા સ્ટારે હાજરી આપી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા અને અર્જુન કપુર લાઈમ લાઈટમાં રહ્યા.
મલાઈકા અને અર્જુનનો જલવો
પાર્ટીનાં મલાઈકા રેડ શોર્ટ અને ટ્રેક જેકેટમાં ગ્લેમર્સ લાગી રહી હતી. તો આ તરફ અર્જુન કપૂર કેઝ્યુઅલ કાળી ટી-શર્ટમાં ખૂબ COOL લાગતો હતો.
મલાઈકા અને અર્જુનનો ફોટો થઈ રહ્યો છે વાયરલ
ખરેખર, આ ફોટોમાં મલાઈકા છે તે અર્જુન અને કરણ જોહરની વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે.તે બધા એક પલંગ પર બેઠા છે. મલીકાને અર્જુને પાછળથી પકડી છે. અર્જુનનો હાથ મલીકાની થાઈ પર જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં મલાઈકા અરોરા અર્જુન પર ફીદા થઈ હોય તેવું લાગી રહ્યું છે. સાઈડમાં બેઠેલા કરણ જોહર પણ કેઝુઅલ બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યા.
આ જોડી હેડલાઇન્સમાં રહે છે
અર્જુન કપુર અને મલાઈકા અરોરા અવાર નવાર સમાચારોની હેડલાઈન્સ બનતા હોય છે. પાર્ટીમાં પણ આ પાવર સાથે કપલ પાર્ટીમાં પહોંચ્યું હતું અને મીડિાને પોઝ પણ આપ્યો. બન્ને આ પાર્ટીમાં ખૂબ Romantic મુડમાં જોવા મળ્યા.
અમૃતા પાર્ટી હોસ્ટ કરતી રહે છે
બુધવારે રાત્રે યોજાયેલી પાર્ટીમાં અમૃતાના ગેસ્ટ તરીકે કરણ જોહર,નતાશા પૂનાવાલા, મનીષ મલ્હોત્રા અને કરીશ્મા કપૂર જોવા મળી હતી.