ફિલ્મ જગત
News of Thursday, 26th March 2020

ખુલ્લામાં શૌચ ન કરો, જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળોઃ અમિતાભ બચ્ચને નરેન્‍દ્રભાઇ મોદીના ટ્વિટર એકાઉન્ટમાં વીડિયો શેર કર્યો

નવી દિલ્હી : ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસ આખી દુનિયામાં આતંક ફેલાવી રહ્યો છે. આ વાયરસ વિશે જાતજાતના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેના કારણે અનેક નવી માહિતી મળી રહી છે. હાલમાં ચીનના નિષ્ણાંતોને માહિતી મળી છે કે કોરોના વાયરસ માનવ મળમાં અનેક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચને કોરોના વાયરસ સાથે જોડાયેલું આ તથ્ય જાહેર કરીને નાગરિકોને આ વાયરસ તરફ સાવચેતી રાખવાનું કહ્યું છે. તેમણે આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેયર કર્યો છે.

અમિતાભ બચ્ચન દ્વારા પોતાના ટ્વિટર પર વીડિયો શેયર કરવામાં આવ્યો છે જેમાં તેમણે માહિતી આપી છે કે કોરોના વાયરસ માનવમળમાં અઅઠવાડિયાઓ સુધી જીવતા રહી શકે છે અને માખી દ્વારા ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કોરોના સામે લડાઈ જીતવી જરૂરી છે. આમ, વ્યક્તિ જ્યારે સાજી થઈ જાય ત્યારે પણ તેના મળમાં રહેલા કોરોના વાયરસ જીવંત રહીને ફેલાઈ શકે છે. આમ, કોરોના વાયરસથી બચવા માટે ખાસ જનઆંદોલન ચાલવું જોઈએ.

અમિતાભ દ્વારા કોરોના વાયરસને રોકવા માટે કરવામાં આવેલા સૂચનો

1. શૌચાલયનો જ ઉપયોગ કરો. ખુલ્લામાં શૌચ ન કરો.

2. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો.

3.  દિવસમાં અનેકવાર 20 સેકંડ સુધી હાથને સાબુથી ધુઓ અને હાથથી આંખ, નાક અને મોંને સ્પર્શ ન કરો.

(4:52 pm IST)