વારંવાર બોલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરનાર ક્રિષ્ના શ્રોફે ટોપલેસ તસવીરો શેર કરીને સનસની મચાવી
મુંબઇઃ ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફે હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો શરે કરી છે. આ ફોટોમાં કૃષ્ણા ટોપલેસ નજર આવે છે અને તેનું નવું ટેટૂ તેમાં સુંદર રીતે તેણે દર્શાવ્યું છે.
આવું પહેલી વખત નથી બન્યુ કે ક્રિષ્નાએ તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હોય. આ પહેલાં પણ ઘણી વખત ક્રિષ્ના તેની બોલ્ડ તસવીરો શેર કરી ચુકી છે. ક્રિષ્ના તેનાં બોલ્ડ અવતાર અને ટેટૂઝ માટે જાણીતી છે. તે ક્યારયે ટ્રોલર્સથી ગભરાતી નથી અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
ક્રિષ્નાની આ તસવીરો પર ઘણી વખત ભદ્દી કમેન્ટ્સ પણ આવે છે તો ક્યારેક તેનાં ચાહકો આ પોસ્ટને પસંદ પણ કરે છે. જે પણ વાત હોય ક્રિષ્નાનાં ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા બોલિવૂડ સેલિબ્રિટીઝને ટક્કર મારે તેવી છે. ક્રિષ્નાનાં ફોલોઅર્સની સંખ્યા 3,44,000 છે જ્યારે તે ફક્ત 367 લોકોને ફોલો કરે છે.