ફિલ્મ જગત
News of Friday, 26th February 2021

સરગમની ભુમિકા પડકારરૂપ છેઃ અંજલી

ટીવી પરદા પર નવો શો 'સરગમ કી સાઢે સાતી' આવ્યો છે. આ શો અગાઉ આવેલી સિરીયલ સાસ બિના સસુરાલની નવી એડિશન છે. તેનું ટાઇટલ પહેલા સાસ બિના સસુરાલ-૨ રખાયું હતું. નવા ટાઇટલ સાથેના શોમાં સરગમનો રોલ અંજલી તત્રારી નિભાવીર હી છે. તે અગાઉ મેરે ડેડ કી દુલ્હનિયા નામના શોમાં કામ કરી ચુકી છે. અંજલીએ કહ્યું હતું કે આ શો મારા માટે ઘરવાપસી જેવો છે. મને થોડા જ સમયમાં બે અલગ-અલગ પાત્રો ભજવવા મળશે. આવી તક બહુ ઓછા કલાકારોને મળતી હોય છે. સરગમની ભુમિકા મારા માટે પડકારરૂપ છે. તેને સાડા સાત પુરૂષોને સંભાળવાને છે ઉપરાંત કોમેડી પણ કરવાની છે. જે ખુબ કઠીન કામ છે. સોની ટીવી પરના આ શો અંગે અંજલીએ કહ્યું હતું કે કોમેડી, કોમીક ટાઇમીંગ અને હાવભાવ અહિ સાવ અલગ છે. આ રીતે સરગમ બીજા બધા પાત્રોથી અલગ છે. સમગ્ર પરિવારન એક સાથે રાખવાની તેની જવાબદારી છે. સાડા સાત પુરૂષોના ઘરમાં હું એકલી જ મહિલા પાત્ર છું.

(10:09 am IST)