આશ્ચર્યચકિત થઇ ગયો આયુષ્યમાન
અભિનેતા આયુષ્યમાન ખુરાના હાલમાં ફિલ્મ અનેકનું શુટીંગ કરી રહ્યો છે. નિર્દેશક અનુભવ સિન્હાની આ ફિલ્મનું શુટીંગ તે શિલોંગની ખુબસુરત જગ્યાઓમાં કરી રહ્યો છે. અનુભવ અને આયુષ્યમાને અગાઉ આર્ટિકલ-૧૫માં પણ સાથે કામ કર્યુ હતું. આયુષ્યમાને કહ્યું હતું કે હું પહેલી વખત ભારત દેશના આવા મનોહર લોકેસન્સ પર પહોંચ્યો છું. કાજીરંગામાં શુટીંગ કર્યા પછી શિલોંગમાં શુટીંગ કરવાની ખુબ મજા આવી છે. અહિ આપણા દેશની ખુબસુરતી જોઇને હું આશ્ચર્યચકિત થયો છું.
હું અગાઉ પણ શિલોંગ આવ્યો હતો પરંતુ ત્યારે વધુ સમય નહોતો અને અહિના મનોહર સ્થળો હું જોઇ શકયો નહોતો. હવે અહિ શુટીંગ કરવાની તક મળી છે. તે કહે છે અભિનેતાઓ તરીકે અમે નસિબદાર હોઇએ છીએ અને એ કારણે અમને અલગ અલગ જગ્યાઓ પર જવાની તક મળતી હોય છે. ત્યાંની યાદ અનુભવ કાયમ દિલમાં રહી જાય છે. શિલોંગ તેની સુંદરતામાં બેજોડ છે. કુદરતની આ એક અમુલ્ય ભેટ છે. મને અહિ વધુ સમય રહેવાની તક મળી છે એ માટે પણ હું નસિબદાર છું.