અક્ષય ફરી એક વખત કોમેડી ફિલ્મ કરવાની તૈયારીમાં
અક્ષય કુમારે બોલીવૂડમાં એકશન, કોમેડી, રોમાન્ટીક સહિતના તમામ જોનરની ફિલ્મો કરી છે. સાત વર્ષ પહેલા એકતા કપૂર સાથે તેણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ-દોબારામાં કામ કર્યુ હતું. હવે ફરીથી તે એકતા સાથે કામ કરવાનો છે. આ વખતે ફિલ્મ કોમેડીથી ભરપુર હશે. એકતા કપૂર હાલમાં સ્ક્રિપ્ટ પર કામ કરાવી રહી છે. ફિલ્મમાં ભરપુર કોમેડીની સાથે લાગણી અને એકશનનો ડોઝ પણ હશે. નિર્દેશન કોણ કરશે એ હજુ બહાર આવ્યું નથી. પણ એવી ચર્ચા છે કે એક નવા જ નિર્દેશકને આ કામ સોંપવામાં આવશે. અક્ષય-એકતાની આ ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ થશે અને વર્ષ ૨૦૨૧માં રિલીઝ થશે. અક્ષય હાલમાં ખુબ જ વ્યસ્ત છે. તેની રોહિત શેટ્ટી સાથેની સૂર્યવંશી રિલીઝ થવાની છે. એ પછી લક્ષ્મી બોમ્બ પણ કતારમાં છે. અતરંગી રે, બચ્ચન પાંડે, બેલબોટમ સહિતની ફિલ્મોના શુટીંગમાં પણ અક્ષય કુમાર વ્યસ્ત છે. એક પછી એક આ ફિલ્મો રિલીઝ થશે.