ફિલ્મ જગત
News of Monday, 26th February 2018

અને ઉર્વશીની આંખમાં આંસુ આવી ગયા

ફિલ્મમાં પરફેકટ સિન આપવા માટે કલાકારો ભરપુર મહેનત કરતાં હોય છે. હેટ સ્ટોરી-૪ ફિલ્મના એક ગીતમાં ડાન્સ સિન વખતે ઉર્વશી રોૈતેલાને રિતસર આંસુ આવી ગયા હતાં. આ ફિલ્મમાં ઉર્વશી પર આશિક બનાયા આપને...ગીત ફિલ્માવાયું છે. જેમાં તેનો હોટ અવતાર છે. ઉર્વસીએ કહ્યું હતું કે આ ગીત માટે મેં ભરપુર મહેનત કરી છે. એક તો ગીતમાં હાઇ હિલ્સના ચપ્પલ પહેરીને ડાન્સ કરવાનો હતો. તો બીજી તરફ ડાન્સના સ્ટેપ્સ પણ પરફેકટ રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું હતું. એ ઉપરાંત બેકગ્રાઉન્ડ ડાન્સર્સ, મ્યુઝિક સાથે બેલેન્સનું પણ ધ્યાન રાખવાનું હતું. મેં એકદમ બધુ પરફેકટ ન થયું ત્યાં સુધી શુટીંગ બંધ થવા દીધુ નહોતું. આ માટે દોઢેક કલાકનો સમય લાગ્યો હતો. વિદેશી ડાન્સર્સ હિન્દી શબ્દો પર ડાન્સનો તાલમેલ કરી શકતી ન હોઇ મુશ્કેલી ઉભી થઇ હતી. કુલ ૪૮ રિટેક લેવા પડ્યા હતાં અને છેલ્લે આંખમાંથી આંસુ આવી ગયા હતાં.

(9:55 am IST)