ફિલ્મ જગત
News of Wednesday, 26th January 2022

પદ્મ એવોર્ડ 2022: સોનુ નિગમને મળશે પદ્મશ્રી: ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આ લોકોને પણ મળશે સન્માન

 

મુંબઈ: ભારત સરકાર દ્વારા 73માં પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની યાદી બહાર પાડવામાં આવી છે. યાદીમાં બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમનું નામ પણ સામેલ છે. સોનુ નિગમને વર્ષે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. યાદીમાં સોનુ નિગમ સહિત 128 લોકોના નામ સામેલ છે. યાદીમાં સોનુ ઉપરાંત નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી અને જાણીતા કલાકાર વિક્રમ બેનર્જીનું નામ પણ સામેલ છે. લિસ્ટ સામે આવતાની સાથે ફેન્સ સોશિયલ મીડિયા પર વિજેતાઓને અભિનંદન આપવામાં વ્યસ્ત છે.

(5:28 pm IST)