ફિલ્મ '83'નું મોશન પોસ્ટર થયું લોન્ચ: રણવીર સાથે નજરે પડી આખી ટીમ
મુંબઈ: અભિનેતા રણવીર સિંહ આજકાલ તેની આગામી ફિલ્મ '83' માટે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં આ ફિલ્મનું મોશન પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આખી '83' ટીમને દર્શાવવામાં આવી છે.ફિલ્મની ઘોષણા અને પોસ્ટર લોંચિંગ માટે ચેન્નઈમાં એક મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટર કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર સહિતના કાસ્ટની તસવીરો થોડા સમય પહેલાથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તમામ બ્લુ સ્યુટ પહેરે છે, જે દર્શાવે છે કે ટીમ કેવી રીતે ભારત ક્રિકેટ ટૂર પર જાય છે.આ ફિલ્મમાં રણવીર સિંહ, તાહિર રાજ ભસીન, સકીબ સલીમ જેવા કલાકારો હતા. આ ફિલ્મના પોસ્ટર લોંચ કરવા માટે બધા ચેન્નઈના ચેપૌક સ્ટેડિયમ પહોંચ્યા છે. કબીર ખાનની ફિલ્મ '83' ભારત દ્વારા જીતેલા 1983 ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે.