સંપાદકમાંથી અભિનેત્રી બની રહી છે જ્હાન્વી
જ્હાન્વી ધનરાજગીરની બોલીવૂડમાં ફિલ્મ સંપાદક તરીકે યાત્રા શરૂ થઇ હતી. પરંતુ હવે તે અભિનય ક્ષેત્રે કદમ માંડી રહી છે. તેને પહેલી ફિલ્મનું નામ 'બોલો હાઉ' છે. આ એક મજેદાર લવસ્ટોરી છે. આ ફિલ્મનું નિર્દેશન જ્હાન્વીના પિતા અને કલાકાર અભિનેતા તરૂણ ધનરાજગીર કરી રહ્યા છે. તરૂણ અગાઉ ૧૯૮૫માં દૂરદર્શન પર પ્રસારીત થતાં પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડીસના ભારતીય રિમેકમાં મિસ્ટર ડાર્સીના નામથી જાણીતા બન્યા હતાં. બોલો હાઉમાં જ્હાન્વીની ભુમિકા રૂખસાર નામથી છે. જે આજની યુવા અને ઉત્સાહી છોકરી છે. જો કે તે રૂઢીવાદી નવાબ પરિવારમાં જન્મી છે, તે ખુબ મજબુત વ્યકિતત્વ ધરાવે છે. જ્હાન્વી ગૂંડે અને કિક જેવી ફિલ્મોમાં સહાયક સંપાદક રહી ચુકી છે. સુલ્તાનમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યુ છે. હવે તે બોલોહાઉમાં મુખ્ય અભિનેત્રી હોવા ઉપરાંત સંપાદક પણ છે. તેણે કહ્યું હતું કે અભિનય કરવા બાબતે હું થોડી વિચારમાં હતી.પણ હવે ખુબ સારું કામ કરવાની આશા છે. મારા માટે આ પડકારજનક કામ છે.