ફિલ્મ જગત
News of Monday, 25th October 2021

તેલુગુ અભિનેતા રાજા બાબુનું નિધન: 64 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

મુંબઈ: તેલુગુ અભિનેતા રાજા બાબુનું રવિવારે રાત્રે નિધન થયું. તે સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી રહી હતી. રાજા બાબુ 64 વર્ષના હતા. તેણે તેલુગુ સિનેમા ઉદ્યોગમાં વર્ષોથી જુદા જુદા પાત્રો ભજવ્યા છે. રાજા બાબુના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો છે.

(5:47 pm IST)