ફિલ્મ જગત
News of Monday, 25th October 2021

નિમરતને કરવો પડ્યો ફરજીયાત આરામ

અભિનેત્રી નિમ્રત કોૈર મહેનતુ અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે તાજેતરમાં ફિલ્મ દસવીનું કામ કર્યુ છે. આ ફિલ્મના શુટીંગ વખતે તેને પગમાં ઇજા થઇ જતાં દસડોકટરે આરામ કરવાની સલાહ આપી હતી. નિમ્રતે ફિલ્મ દસવી માટે તેણે દસ કિલો વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં તે એક નેતાના રોલમાં દેખાવાની છે.  ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ અને અભિષેક બચ્ચન પણ જોવા મળશે. નિમરતને ઇજા થતાં ડોકટરની સલાહ મુજબ તેને એક અઠવાડીયા સુધી ફરજીયાત આરામ કરવો પડ્યો હતો. તે જિમમાં ટ્રેઇનિંગ લેવાની હતી, નવા ઘરમાં પણ શિફટ થવાની હતી. પણ તેના બધા કામ અટકી પડયા હતાં. કારણ કે ઘરની અંદર પણ હલન ચલન કરવાની મનાઇ ફરમાવાઇ હતી. મુળ રાજસ્થાનની નિમરત વર્ષ ૨૦૦૫થી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.  યહાં, વન નાઇટ સ્ટેન્ડ, પેડલર્સ, લવ શવ તે ચીકન ખુરાના, એરલિફટ્ સહિતની ફિલ્મો અને ટીવી શો તથા વેબ સિરીઝ પણ તે કરી ચુકી છે.

(9:53 am IST)